Matching Pairs પ્રાજ્ઞ - 3 (પ્રશ્નપત્ર - ૧) - વચનામૃતના ૧ થી ૫ અવતરણો - ExamOnline version પ્રાજ્ઞ - 3 (પ્રશ્નપત્ર - ૧) - વચનામૃતના ૧ થી ૫ અવતરણો by Know My Guru 1 અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર 2 પંચ વર્તમાન સંબંધી પોતામાં કાચ્ચપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચ્ચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું. 3 જો દેહાભિમાનરૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. 4 જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા. 5 ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દઢ પાયો થાય છે. અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો, ત્યારે તે નિષ્કપટ કહેવાય. તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને 'હું' તો દેહથી નોખો જે આત્મા તે છું. એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વ ગુણમાત્ર આવે છે.